+ -

عَنْ عَبْدُ اللَّهِ بْنُ سَلَامٍ رضي الله عنه قَالَ: لَمَّا قَدِمَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الْمَدِينَةَ انْجَفَلَ النَّاسُ قِبَلَهُ، وَقِيلَ: قَدِمَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَدِمَ رَسُولُ اللَّهِ، قَدِمَ رَسُولُ اللَّهِ، ثَلَاثًا، فَجِئْتُ فِي النَّاسِ لِأَنْظُرَ، فَلَمَّا تَبَيَّنْتُ وَجْهَهُ، عَرَفْتُ أَنَّ وَجْهَهُ لَيْسَ بِوَجْهِ كَذَّابٍ، فَكَانَ أَوَّلُ شَيْءٍ سَمِعْتُهُ تَكَلَّمَ بِهِ أَنْ قَالَ:
«يَا أَيُّهَا النَّاسُ، أَفْشُوا السَّلَامَ، وَأَطْعِمُوا الطَّعَامَ، وَصِلُوا الْأَرْحَامَ، وَصَلُّوا بِاللَّيْلِ وَالنَّاسُ نِيَامٌ، تَدْخُلُوا الْجَنَّةَ بِسَلَامٍ».

[صحيح] - [رواه الترمذي وابن ماجه وأحمد] - [سنن ابن ماجه: 3251]
المزيــد ...

અબ્દુલ્લાહ બિન સલામ રઝી અલ્લાહુ અનહુ રિવાયત કરે છે તેમણે કહ્યું: જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીના આવ્યા, તો લોકો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમતરફ (આપનું સ્વાગત કરવા) દોડીને આવ્યા, અને દરેક જગ્યાએ એક જ ચર્ચા હતી કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવી ચૂક્યા છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવી ચૂક્યા છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવી ગયા છે, આ વાક્ય તેમણે ત્રણ વખત કહ્યું, અને હું જોવા માટે લોકોની ભીડમાં આવ્યો, અને જ્યારે ધ્યાનથી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ચહેરો જોયો, તો મને યકીન થઈ ગઈ કે આ કોઈ જુઠા વ્યક્તિનો ચહેરો નથી, અને પહેલી વાત જે મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળી, તે આ હતી:
«હે લોકો ! સલામ ફેલાવો, ખાવાનું ખવડાવો, સિલા રહેમી કરો (સંબંધ જોડો), રાત્રે જ્યારે લોકો સૂઈ રહ્યા હોય ત્યારે નમાઝ પઢો, (આ કાર્યો કરવાથી) તમે જન્નતમાં સલામતી સાથે દાખલ થઈ જશો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ ઈબ્ને માજા - 3251]

સમજુતી

જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીના આવ્યા, અને જ્યારે લોકોએ તેમને જોયા તો જડપથી આપની તરફ આવ્યા, લોકો માંથી એક વ્યક્તિ અબ્દુલ્લાહ બિન સલામ રઝી અલ્લાહુ અન્હુ પણ હતા, જે તે સમયે યહૂદી હતા, જ્યારે તેમણે આપને જોયા, તો તે તરત જ ઓળખી ગયા કે આ કોઈ જુઠા વ્યક્તિનો ચહેરો નથી; કારણકે આપનો ચહેરો પ્રકાશ, સુંદરતા અને નિષ્ઠા પ્રતિષ્ઠતાથી ભરપૂર હતો, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થી સૌ પ્રથમ વાત જે તેમણે સાંભળી, તે એવા અમલ હતા જેને કરવાથી જન્નતમાં પ્રવેશ સરળ બને છે, તેમાંથી:
પહેલું: સલામને ખૂબ ફેલાવો, દરેકને સલામ કરો, જેને ઓળખતા હોય તેને પણ અને જેને ઓળખતા ન હોય તેને પણ.
બીજું: ખાવાનું ખવડાવો, સદકો વડે, હદીયા તરીકે અથવા મહેમાન નવાજી કરીને.
ત્રીજું: સિલા રહેમી કરો, અર્થાત્ જેમની સાથે તમારો સબંધ હોય, તેમની સાથે સબંધ જોડો, આ સબંધ પિતા તરફથી હોય કે માતા તરફથી.
ચોથું: રાત્રે ઉઠી નફિલ નમાઝો પઢો, જ્યારે લોકો સૂઈ રહ્યા હોય.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية النيبالية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. મુસલમાન વચ્ચે સલામ ફેલાવવું મુસ્તહબ (સારું કાર્ય) છે, હા બિન મુસ્લિમને સલામ કરવામાં પહેલ ન કરવી જોઈએ, જો તે સલામ કરે અને કહે: અસ્સલામુ અલયકુમ, તો તમે તેના સલામના જવાબમાં કહો: વઅલયકુમ.
વધુ