+ -

‌عَنْ ‌أَبِي ‌ذَرٍّ، ‌جُنْدُبِ ‌بْنِ ‌جُنَادَةَ، ‌وَأَبِي ‌عَبْدِ ‌الرَّحْمَنِ، ‌مُعَاذِ بْنِ جَبَلٍ رَضِيَ اللَّهُ عَنْهُمَا عَنْ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«اتَّقِ اللَّهَ حَيْثُمَا كُنْت، وَأَتْبِعْ السَّيِّئَةَ الْحَسَنَةَ تَمْحُهَا، وَخَالِقْ النَّاسَ بِخُلُقٍ حَسَنٍ».

[قال الترمذي: حديث حسن] - [رواه الترمذي] - [الأربعون النووية: 18]
المزيــد ...

અબૂ ઝર જુન્દુબ બિન્ જુનાદહ અને અબૂ અબ્દુર રહમાન મુઆઝ બિન્ જબલ રઝી અલ્લાહુ અન્હુમા વર્ણન કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તમે જ્યાં પણ રહો, અલ્લાહથી ડરતા રહો, પાપ કાર્ય પછી નેકી કરી લો, જે તે પાપને ખત્મ કરી દેશે, અને લોકો સાથે સારો વ્યવહાર કરો».

[قال الترمذي: حديث حسن] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [الأربعون النووية - 18]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ત્રણ કાર્યોનો આદેશ આપ્યો: પહેલું: અલ્લાહથી ડરવું, અલ્લાહથી ડરવાનો અર્થ એ છે કે અનિવાર્ય કરેક કાર્યો કરવા અને અવૈધ કરેલ કાર્યોથી બચવું, દરેક જગ્યા, દરેક સમયે અને દરેક સ્થિતિમાં, એકાંતમાં અને જાહેરમાં, તંદુરસ્તી અને બીમીરી દરેક સ્થિતિમાં. બીજું: જો તમારાથી કોઈ ગુનાહનું કામ થઇ જાય, તો તેના પછી કોઈ નેકી કરવી જેમકે નમાઝ, સદકા, નેકી, સંબંધ જોડવા, તૌબા કરવી વગેરે; કારણકે તેનાથી ગુનાહ ખત્મ થઇ જશે. ત્રીજું: લોકો સાથે સારો વ્યવહાર કરવો, જેમકે તેમની સાથે હસતા મોઢે મુલાકાત કરવી, નરમી, વિનમ્રતા અપનાવવી, સારા કાર્યો કરવા અને તેમને નુકસાન પહોંચાડવાથી બચવું.

હદીષથી મળતા ફાયદા

  1. અલ્લાહની તેના બંદાઓ પર મહાન કૃપા કે તે તેમના પર કૃપા કરે છે, માફ કરે છે અને દરગુજર કરે છે.
  2. આ હદીષમાં ત્રણ અધિકારોનો સમાવેશ થાય છે: તકવા દ્વારા અલ્લાહનો અધિકાર, ખરાબ કૃત્ય કર્યા પછી નેકી કરી પોતાનો અધિકાર અને લોકોનો અધિકાર એ કે તેમની સાથે સારો વ્યવહાર કરવો.
  3. આ હદીષમાં ખરાબ કૃત્ય કર્યા પછી નેકી કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, અને સારો વ્યવહાર અલ્લાહના તકવા (ડર) ની ખૂબી માંથી છે, તેનું અલગથી વર્ણન ફક્ત તેની સ્પષ્ટતાના માટે કરવામાં આવ્યું છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી પૂશ્તો અલ્બાનીયન النيبالية الليتوانية الدرية الصربية الطاجيكية المجرية التشيكية Kanadische Übersetzung الأوكرانية الجورجية المقدونية الخميرية
ભાષાતર જુઓ
વધુ