عَنْ أَبِي الدَّرْدَاءِ رضي الله عنه: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«إِنَّ اللَّعَّانِينَ لَا يَكُونُونَ شُهَدَاءَ وَلَا شُفَعَاءَ يَوْمَ الْقِيَامَةِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2598]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબી ﷺને કહેતા સાંભળ્યા:
«સૌથી વધુ લઅનત (શાપ) કરનાર લોકો કયામતના દિવસે ન તો સાક્ષી આપનાર હશે ન તો ભલામણ કરનાર હશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2598]
આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે જે લોકો એવા વ્યક્તિ પર લઅનત કરે છે જે તેનો હકદાર નથી, તો તેના માટે બે સજાઓ નક્કી કરવામાં આવી છે: પહેલી: તે કયામતના દિવસે પયગંબરોના સંદેશા પહોંચડવાની સાક્ષી નહીં આપી શકે, અને ન તો દુનિયામાં તેની સાક્ષી સ્વીકારવામાં આવશે; તેના ગુનાહના કારણે, અને તેને સાક્ષી આપવાનો અધિકાર આપવામાં નથી આવતો, અને ન તો તેને શહાદત આપવામાં આવશે જે અલ્લાહના માર્ગમાં યુદ્ધ કરનારને પ્રાપ્ત થાય છે. બીજી: કયામતના દિવસે તેને ભલામણ કરવાનો અધિકાર આપવામાં નહી આવે, જ્યારે મોમિનો પોતાના તે ભાઈઓ માટે ભલામણ કરશે, જેમને જહન્નમમાં દાખલ કરવામાં આવશે.