عَن الحَسَنِ قال: حَدَّثنا جُنْدَبُ بْنُ عَبْدِ اللَّهِ رضي الله عنه، فِي هَذَا المَسْجِدِ، وَمَا نَسِينَا مُنْذُ حَدَّثَنَا، وَمَا نَخْشَى أَنْ يَكُونَ جُنْدُبٌ كَذَبَ عَلَى رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صلّى الله عليه وسلم:
«كَانَ فِيمَنْ كَانَ قَبْلَكُمْ رَجُلٌ بِهِ جُرْحٌ، فَجَزِعَ، فَأَخَذَ سِكِّينًا فَحَزَّ بِهَا يَدَهُ، فَمَا رَقَأَ الدَّمُ حَتَّى مَاتَ، قَالَ اللَّهُ تَعَالَى: بَادَرَنِي عَبْدِي بِنَفْسِهِ، حَرَّمْتُ عَلَيْهِ الجَنَّةَ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 3463]
المزيــد ...
હસન રિવાયત કરે છે તેઓ કહે છે: જુન્દુબ બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુએ આ જ મસ્જિદમાં અમને એક હદીષ વર્ણન કરી, અત્યાર સુધી એ વાત હું ભૂલયો નથી અને ન તો મને અંદેશો છે કે જુન્દુબે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફથી જૂઠી વાત કહી હશે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તમારા કરતા પહેલાના લોકોમાં એક વ્યક્તિને એક ઘા થયો હતો, તેનાથી તે ઘા સહન ન થયો, તેણે એક છરી લીધી અને પોતાનો હાથ જ કાપી નાખ્યો, તો લોહી રુક્યું નહીં અને તેને મૃત્યુ થઈ ગયું, અલ્લાહ તઆલાએ કહ્યું: મારા બંદાએ મારી પાસે આવવા માટે ઉતાવળ કરી, મેં તેના માટે જન્નત હરામ કરી દીધી».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 3463]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે તમારા કરતા પહેલા એક વ્યક્તિને ઘા થયો હતો, તેને તેનો દુઃખાવો સહન ન થયો અને તેના પર સબર પણ ન કરી શક્યો, તેણે એક ચાકુ લીધું, અને પોતાનો હાથ જ કાપી નાખ્યો, તેણે ઉતાવળ કરી અને લોહી સતત વહેવા લાગ્યું, જેથી તેનું મૃત્યુ થઈ ગયું, અલ્લાહ તઆલાએ કહ્યું: મારા બંદાએ મારી પાસે આવવા માટે ઉતાવળ કરી, તેના પર જન્નત હરામ થઈ ગઈ.