+ -

عَنْ المِقْدَادِ بْنَ عَمْرٍو الكِنْدِيَّ رضي الله عنه:
أَنَّهُ قَالَ لِرَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: أَرَأَيْتَ إِنْ لَقِيتُ رَجُلًا مِنَ الكُفَّارِ فَاقْتَتَلْنَا، فَضَرَبَ إِحْدَى يَدَيَّ بِالسَّيْفِ فَقَطَعَهَا، ثُمَّ لاَذَ مِنِّي بِشَجَرَةٍ، فَقَالَ: أَسْلَمْتُ لِلَّهِ، أَأَقْتُلُهُ يَا رَسُولَ اللَّهِ بَعْدَ أَنْ قَالَهَا؟ فَقَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «لاَ تَقْتُلْهُ» فَقَالَ: يَا رَسُولَ اللَّهِ إِنَّهُ قَطَعَ إِحْدَى يَدَيَّ، ثُمَّ قَالَ ذَلِكَ بَعْدَ مَا قَطَعَهَا؟ فَقَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «لاَ تَقْتُلْهُ، فَإِنْ قَتَلْتَهُ فَإِنَّهُ بِمَنْزِلَتِكَ قَبْلَ أَنْ تَقْتُلَهُ، وَإِنَّكَ بِمَنْزِلَتِهِ قَبْلَ أَنْ يَقُولَ كَلِمَتَهُ الَّتِي قَالَ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 4019]
المزيــد ...

મિકદાદ બિન અમ્ર અલ્ કીન્દી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
તેઓએ કહ્યું કે હે અલ્લાહના રસૂલ ! તમે જણાવો કે કાફિરો માંથી કોઈ કાફિર સામે મારો મુકાબલો થાય અને તે તલવાર વડે મારો એક હાથ કાપી નાખે અને પછી તે મારાથી બચતા એક વૃક્ષ પાછળ જઈ સંતાઈ જાય, અને કહે કે મેં અલ્લાહ માટે ઇસ્લામ સ્વીકારી લીધો છે, તો હે અલ્લાહના રસૂલ! આ શબ્દો કહ્યા પછી હું એને કતલ કરું? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «કતલ ન કરશો», હે અલ્લાહના રસૂલ ! તેણે મારો એક હાથ કાપી નાખ્યો છે અને હાથ કાપી નાખ્યા પછી ઇસ્લામનો સ્વીકાર કર્યો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે તેને કતલ ન કરશો, જો તમે કતલ કરશો તો તે તમારી જગ્યા પર આવી જશે, જે જગ્યાએ તમે કતલ કર્યા પહેલા હતા અને તમે તે જગ્યા પર આવી જશો, જે જગ્યા પર પહેલા તે હતો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 4019]

સમજુતી

મિકદાદ બિન અસ્વદ રઝી અલ્લાહુ અન્હુએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાલ કર્યો કે એક યુદ્ધમાં કોઈ કાફિર મારી સામે આવી જાય અને અમારી વચ્ચે તલવાર દ્વારા મુકાબલો થાય અને તે કાફિર તલવાર વડે મારો એક હાથ કાપી નાખે, અને પછી તે ભાગીને એક વૃક્ષ પાછળ આશરો લે, અને લા ઇલાહ ઇલ્લલ્લાહ કહે તો શું મારો હાથ કાપી નાખ્યા પછી પણ મારુ તેને કતલ કરવું યોગ્ય ગણાશે?
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે તેને કતલ ન કરો.
મિકદાદ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું કે હે અલ્લાહના રસૂલ ! તેણે મારો એક હાથ કાપી નાખ્યો તો પણ હું તેને કતલ ન કરું?
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ના તેને કતલ ન કરશો, કારણકે તેને કતલ કરવું હરામ ગણવામાં આવશે, કારણકે તેના ઇસ્લામ લાવ્યા પછી તેનું કતલ કરવું ગણવામાં આવશે, ઇસ્લામમાં એક માસૂમનું કતલ કરવું ગણાશે અને તેના બદલામાં કિસાસ જરૂરી બની જશે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય જર્મન પૂશ્તો આસામી الأمهرية الهولندية Kirgisisch النيبالية الرومانية Malagasy Oromo
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. જે વ્યક્તિ પોતાના શબ્દો અને કાર્યો વડે ઇસ્લામ સ્વીકાર કરવાની ગવાહી આપે તો તેને કતલ કરવું હરામ છે.
  2. યુદ્ધ દરમિયાન કોઈ કાફિર ઇસ્લામનો સ્વીકાર કરી લે, તો તે પવિત્ર થઈ જશે અર્થાત્ તેને કતલ કરવામાં નહીં આવે, અને હાથ રોકી લેવામાં આવશે, પરંતુ જો સ્પષ્ટ દેખાઈ કે મામલો જુદો છે, તો તે વાત અલગ છે.
  3. એક મુસલમાને શરીઅતના આદેશ પ્રમાણે અમલ કરવો જોઈએ ન કે પોતાની મનેચ્છા અને કટ્ટરતા પ્રમાણે.
  4. ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: ઘટના પહેલા સંભવિત ઘટના વિશે સવાલ કરવામાં કોઈ વાંધો નથી, કેટલાક લોકોએ મામલો સાબિત થતા પહેલા સવાલ કરવાને નાપસંદ કર્યું છે, પરંતુ આ લોકો ઘણા ઓછા છે, જે બાબત સામાન્ય રીતે થવાની હોય તેના વિશે સવાલ કરી જાણકારી પ્રાપ્ત કરવામાં કંઈ વાંધો નથી.
વધુ