+ -

عَنْ أَنَسٍ رَضيَ اللهُ عنهُ قَالَ:
ضَحَّى النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بِكَبْشَيْنِ أَمْلَحَيْنِ أَقْرَنَيْنِ، ذَبَحَهُمَا بِيَدِهِ، وَسَمَّى وَكَبَّرَ، وَوَضَعَ رِجْلَهُ عَلَى صِفَاحِهِمَا.

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5565]
المزيــد ...

અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બે સિંગડાવાળા કાબરચિતરા ઘેટાંની કુરબાની કરી, બંનેને પોતાના હાથ વડે ઝબહે કર્યા, બિસ્મિલ્લાહ કહ્યું, અલ્લાહુ અકબર કહ્યું, અને પોતાનો પગ બન્નેની ગરદન પર મુક્યો.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 5565]

સમજુતી

અનસ રઝી અલ્લાહુ અન્હુ જણાવી રહ્યા છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બકરીઈદના દિવસે બે સિંગડાવાળા, કાબરચિતરા ઘેટા પોતાના હાથ વડે ઝબહે કર્યા, જેમાં કાળો રંગ ભળેલો હતો, અને કહ્યું: બિસ્મિલ્લાહ, અલ્લાહુ અકબર અને પોતાના પગ તેની ગરદન પર મુક્યા.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય પૂશ્તો આસામી الأمهرية الهولندية Kirgisisch النيبالية Malagasy
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. કુરબાની કરવી જાઈઝ છે, જેના પર મુસલમાનોનો ઇજમાઅ (એકમત) છે.
  2. જે પ્રમાણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કુરબાની કરી તે પ્રમાણે કુરબાની કરવી શ્રેષ્ઠ છે, તેની સુંદરતા, તેની ચરબી અને માસ સારું હોવાના કારણે.
  3. ઇમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: મુસ્તહબ એ છે કે કુરબાની પોતાના હાથ વડે કરવામાં આવે, અને કોઈ કારણ વગર અન્યને નાયબ બનાવવામાં ન આવે, અને ઝબેહ કરતી વખતે તેને જોવું પણ મુસતહબ છે, અને જો કોઈ મુસલમાનને નાયબ બનાવવામાં આવે તો કોઈ વિરોધ વગર એવું કરવું પણ જાઈઝ છે.
  4. ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: બિસ્મિલ્લાહ સાથે અલ્લાહુ અકબર પઢવું મુસ્તહબ છે, જાનવરને જમણી બાજુ ગરદન પર પોતાનો પગ મુકવો પણ મુસ્તહબ છે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે જાનવરને ડાબી બાજુ સૂવાડી દેવામાં આવે તો જાનવરની જમણી બાજુ પગ મુકવામાં સરળતા રહેશે, અને એ પણ કે ચાકુ પણ જમણી બાજુથી પકડવામાં સરળતા રહેશે અને પોતાના હાથ વડે તેનું માથું ડાબી બાજુથી પકડવામાં પણ સરળતા રહેશે.
  5. સિંગડા વાળું જાનવર ઝબેહ કરી શકાય છે, તે વગર પણ અન્ય જાનવર ઝબેહ કરી શકીએ છીએ.