+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنْ تَرَدَّى مِنْ جَبَلٍ فَقَتَلَ نَفْسَهُ فَهُوَ فِي نَارِ جَهَنَّمَ يَتَرَدَّى فِيهِ خَالِدًا مُخَلَّدًا فِيهَا أَبَدًا، وَمَنْ تَحَسَّى سُمًّا فَقَتَلَ نَفْسَهُ فَسُمُّهُ فِي يَدِهِ يَتَحَسَّاهُ فِي نَارِ جَهَنَّمَ خَالِدًا مُخَلَّدًا فِيهَا أَبَدًا، وَمَنْ قَتَلَ نَفْسَهُ بِحَدِيدَةٍ فَحَدِيدَتُهُ فِي يَدِهِ يَجَأُ بِهَا فِي بَطْنِهِ فِي نَارِ جَهَنَّمَ خَالِدًا مُخَلَّدًا فِيهَا أَبَدًا».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5778]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જે વ્યક્તિએ પોતાને પર્વત પરથી ફેંકી આત્મહત્યા કરી, તે હમેંશા માટે જહન્નમમાં જશે, જે વ્યક્તિ ઝેર પી ને આત્મહત્યા કરશે, તે ઝેર તેની સાથે હશે અને તે તેને કાયમ જહન્નમમાં તે જ પ્રમાણે પીતો રહેશે અને જેણે લોખંડના કોઈ હથિયાર વડે આત્મહત્યા કરી, તો તે હથિયાર તેની સાથે હશે અને તે જહન્નમની આગમાં હમેંશા તેનાથી પોતાના પેટમાં મારતો રહેશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 5778]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ચેતવણી આપી છે કે જે વ્યક્તિ આ દુનિયામાં પોતાને જાણી જોઈને મારી નાખશે અર્થાત્ આત્મહત્યા કરી લેશે, તો કયામતના દિવસે તેને સજા રૂપે જહન્નમની આગમાં જે તે વસ્તુથી તેણે પોતાના પ્રાણ લીધા હશે, તે તેની સાથે હશે, તે સરખો બદલો હશે, જો તેણે પર્વત ઉપરથી ચઢી પોતાને ફેંકી આત્મહત્યા કરી હશે, તો તેને પણ જહન્નમમાં પર્વત ઉપરથી નીચે આગમાં ફેંકવામાં આવશે અને તે હમેંશા હમેશ તેમાં રહેશે, જે વ્યક્તિ ઝેર પી ને પોતાને નષ્ટ કરશે, તો તેને પણ હમેંશા પીવા માટે જહન્નમની આગમાં ઝેર જ આપવામાં આવશે, અને જે વ્યક્તિએ કોઈ લોખંડના હથિયાર વડે પોતાના પેટમાં મારી હત્યા કરી હશે તો તે પણ જહન્નમમાં કાયમી તે હથિયાર વડે પોતાના પેટમાં મારતો હશે.

હદીષથી મળતા ફાયદા

  1. આત્મહત્યા કરવી હરામ છે, અને એ કે તે કબીરહ ગુનાહો માંથી છે, આત્મહત્યા કરનાર વ્યક્તિને દુ:ખદાયી અઝાબ આપવામાં આવશે.
  2. હદીષમાં જે જે વસ્તુઓ વર્ણન થઈ છે, તે કેટલીક વસ્તુઓ છે, જેના માટે લોકો પોતાને નષ્ટ કરતા હોય છે, તેના સિવાય જેના પરથી અને જે પ્રમાણે આત્મહત્યા કરશે તેને તે જ પ્રમાણે જહન્નમમા અઝાબ આપવામાં આવશે, સહીહ બુખારીમાં રિવાયત છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જે વ્યક્તિ પોતાને ગળું દબાવી પોતાને મારી નાખશે, તે પણ જહન્નમમાં પોતાનું ગળું જ દબાવતો રહેશે, અને જે બરછી અથવા તીર વડે પોતાને નષ્ટ કરશે, તો તે પણ જહન્નમમાં તેનાથી જ પોતાને મારતો રહેશે.
  3. ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આ શબ્દો કહેવા; (તે જહન્નમની આગમાં હમેંશા હમેંશા માટે રહેશે); તેના અર્થમાં કહેવામાં આવ્યું: આ વિશે કેટલાક મંતવ્યો છે, એક: જે વ્યક્તિ આ વાત જાણતા છતાંય કે આત્મહત્યા કરવી હરામ છે, પરંતુ તે તેણે હલાલ સમજી આ કાર્ય કરશે તો તે કાફિર છે, અને તે તેની સજા હશે, બીજું: કાયમી જહન્નમમાં રહેશે તેનો અર્થ એ કે એક લાંબા સમયગાળા સુધી રહેશે, લાંબા સમયનો અર્થ છે કે ખરેખર હમેંશા માટે નહીં, જેવું કે કહેવામાં આવે છે: અલ્લાહ સરદારને હમેંશા જીવિત રાખે, ત્રીજું: આ તેનો બદલો હશે, પરંતુ અલ્લાહની કૃપા હશે કે જે મુસલમાન મરશે તે હમેંશા જહન્નમમાં નહીં રહે.
  4. આમાં આખિરતની સજાઓ અને દુનિયાની સજાનું એક ઉદાહરણ છે, જાણવા મળ્યું કે માનવીનું પોતાને ઇજા આપવી બીજાને ઇજા આપવા બરાબર જ ગણવામાં આવશે, એટલા માટે કે આ સામાન્ય રીતે તે જીવનનો માલિક નથી પરંતુ અલ્લાહ તઆલા આ જીવનનો માલિક છે અને માનવી પોતે પોતાને નુકસાન પહોંચાડી નથી શકતો, તેની પરવાનગી વગર.
ભાષાતર: અંગ્રેજી ઇન્ડોનિષયન સિન્હાલા વિયેતનામીસ હૌસા સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية
ભાષાતર જુઓ
વધુ