عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مِنْ حُسْنِ إِسْلَامِ المَرْءِ تَرْكُهُ مَا لَا يَعْنِيهِ».
[قال النووي: حديث حسن] - [رواه الترمذي وغيره] - [الأربعون النووية: 12]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«માનવીના ઉત્તમ ઇસ્લામની દલીલ એ છે કે તે વ્યર્થ અને બેકાર વાતોને છોડી દે».
-
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું: એક મુસલમાનના ઇસ્લામની અગત્યની ખૂબી અને સંપૂર્ણ મોમિન હોવાની નિશાની એ છે કે તે એવી વાતો અને કામોથી દૂર રહે, જે તેના માટે યોગ્ય ન હોય, અર્થાત્ તેના માટે ફાયદાકારક ન હોય, તેને રસ નથી, અને શબ્દો અને કાર્યોમાં તેને ફાયદો ન હોય, અથવા એવી બાબતો જે ધાર્મિક કે દુન્યવી બાબતોમાં ફાયદો ન પહોંચાડે, એવી બાબતોમાં વ્યસ્ત રહેવાથી જે વ્યક્તિ માટે નથી, તે તેને ચિંતા કરતી બાબતોથી વિચલિત કરી શકે છે, અથવા તેને એવી બાબતો તરફ દોરી જેનાથી તેણે બચવું જોઈએ, કયામતના દિવસે માનવીના દરેક કાર્યોનો હિસાબ લેવામાં આવશે.