عَنْ جَابِرٍ رضي الله عنه قَالَ: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«إِنَّ الشَّيْطَانَ قَدْ أَيِسَ أَنْ يَعْبُدَهُ الْمُصَلُّونَ فِي جَزِيرَةِ الْعَرَبِ، وَلَكِنْ فِي التَّحْرِيشِ بَيْنَهُمْ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2812]
المزيــد ...
જાબિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા:
«ખરેખર શૈતાન નિરાશ થઈ ગયો છે કે નમાઝીઓ (મુસલમાનો) અરબમાં તેની ઈબાદત કરશે, પરંતુ તે તેમની વચ્ચે મતભેદ ફેલાવવા પ્રત્યે નિરાશ નથી થયો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2812]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે શૈતાન અરબમાં ફરીવાર મૂર્તિ પૂજા લાવવા પર નિરાશ થઈ ગયો છે, પરંતુ તે સતત ઈચ્છા કરતો રહે છે, અને મહેનત, કોશિશ કરતો રહે છે, તેમની વચ્ચે મતભેદ, ઝગડા, અને ફિતના લાવવાની.