عَنْ هِشَامِ بْنِ حَكِيمِ بْنِ حِزَامٍ رَضيَ اللهُ عنهما أَنَّهُ مَرَّ عَلَى أُنَاسٍ مِنَ الْأَنْبَاطِ بِالشَّامِ، قَدْ أُقِيمُوا فِي الشَّمْسِ، فَقَالَ: مَا شَأْنُهُمْ؟ قَالُوا: حُبِسُوا فِي الْجِزْيَةِ، فَقَالَ هِشَامٌ: أَشْهَدُ لَسَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«إِنَّ اللهَ يُعَذِّبُ الَّذِينَ يُعَذِّبُونَ النَّاسَ فِي الدُّنْيَا».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2613]
المزيــد ...
હિશામ બિન્ હકીમ બિન્ હિઝામ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે તેઓ શામમાં અન્બાત કબીલાના કેટલાક ખેડૂતો પાસેથી પસાર થયા, તેમને તડકામાં ઉભા રાખવામાં આવ્યા હતા, તેમણે કહ્યું: આ શું છે? તેઓએ કહ્યું: કર બાબતે તેમને કેદ કરી લેવામાં આવ્યા છે, હિશામ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હું સાક્ષી આપું છું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને મેં કહેતા સાંભળ્યા:
«અલ્લાહ એવા લોકોને અઝાબ આપશે, જેઓ લોકોને દુનિયામાં જ સજા આપે છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2613]
હિશામ બિન હકીમ બિન હિઝામ રઝી અલ્લાહુ અન્હુમા શામ શહેરમાં કેટલાક અન્બાત કબીલાના ખેડૂતો પાસેથી પસાર થયા, જેમને તડકામાં ઉભા રાખવામાં આવ્યા હતા, તેમણે પૂછ્યું આ શું છે? તે લોકોએ જણાવ્યું કે તેમને સક્ષમ હોવા છતાંય કર ન ભરવાના કારણે આ સજા આપવામાં આવી રહી છે. હિશામ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હું સાક્ષી આપું છું કે મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: ખરેખર જે લોકો દુનિયામાં લોકો પર અત્યાચાર કરતા તેમને સજા આપશે, અલ્લાહ તઆલા તેમને અઝાબ આપશે.