+ -

عَنْ عَائِشَةَ أُمِّ المؤْمنينَ رَضيَ اللهُ عنها قَالَت: قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«تُقْطَعُ اليَدُ فِي رُبُعِ دِينَارٍ فَصَاعِدًا».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6789]
المزيــد ...

આઈશા રઝી અલ્લાહુ અન્હાથી રિવાયત છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«ચોથા ભાગનો દીનાર અથવા તેના કરતાં વધારે કિંમતની વસ્તુ ચોરી કરવા પર હાથ કાપવામાં આવશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 6789]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે સોનાના દીનારનો ચોથો ભાગ ચોરી કરવા પર અથવા તેના કરતાં વધુ કિંમતની વસ્તુ ચોરી કરવા પર ચોરનો હાથ કાપવામાં આવશે, જે ૧.૦૬ ગ્રામ સોનાના મૂલ્ય બરાબર છે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી આસામી الأمهرية الهولندية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. ચોરી તે કબીરહ ગુનોહ માંથી એક ગુનોહ છે.
  2. ચોરીની સજા અલ્લાહ તઆલાએ કુરઆન મજીદમાં વર્ણન કરી છે કે તેનો હાથ કાપવામાં આવશે, જેવું કે અલ્લાહ તઆલાએ કહ્યું: {ચોરી કરવાવાળો પુરુષ હોય અથવા સ્ત્રી બન્નેનો હાથ કાપી નાખો} [અલ્ માઈદહ: ૩૮], હદીષ દ્વારા આપણને ચોરનો હાથ કાપવાની હદની સ્પષ્ટતા કરી છે.
  3. હદીષમાં હાથ કાપવાનો અર્થ એ કે હથેળી અને હાથના વચ્ચેના સાંધા માંથી કાપી નાખવું.
  4. લોકોના પૈસા બચાવવા અને અન્ય આક્રમણકારોને રોકવા માટે ચોરના હાથ કાપી નાખવામાં જ હિકમત છે.
  5. દિનાર એ સોનાનો મિષ્કાલ (વજનનો એકમ) છે, જે હાલમાં ૨૪ કેરેટ સોનાના ૪.૨૫ ગ્રામ જેટલું છે; આમ, એક દીનારનો ચોથો ભાગ એક ગ્રામ કરતાં થોડો વધારે છે.
વધુ