عَن أَبي هُرَيْرَةَ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لاَ يُشِيرُ أَحَدُكُمْ عَلَى أَخِيهِ بِالسِّلاَحِ، فَإِنَّهُ لاَ يَدْرِي، لَعَلَّ الشَّيْطَانَ يَنْزِعُ فِي يَدِهِ، فَيَقَعُ فِي حُفْرَةٍ مِنَ النَّارِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 7072]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«કોઈ વ્યક્તિ પોતાના ભાઈ તરફ હથિયાર વડે ઈશારો ન કરે, એટલા માટે કે તે નથી જાણતો કે શૈતાન તેના હાથ માંથી ખેંચી લે, તેનાથી કોઈનું કતલ થઈ જાય અને તે જહન્નમના ખાડામાં જતો રહે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 7072]
એક મુસલમાનને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ચેતવણી આપી છે કે તે પોતાના મુસ્લિમ ભાઈ સામે કોઈ પણ પ્રકારના હથિયાર વડે ઈશારો ન કરે, એટલા માટે કે તે નથી જાણતો કે કદાચ તેના હાથ માંથી શૈતાન તે હથિયાર સાથે કંઈ પણ કરી શકે છે, જેના કારણે મુસ્લિમ ભાઈનું કતલ પણ થઈ શકે છે અથવા તેને નુકસાન પણ પહોંચી શકે છે, અને તેનાથી એવો ગુનોહ થઈ જાય છે, જેના કારણે તે જહન્નમના ખાડામાં જઈ શકે છે.