عَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ رَضِيَ اللَّهُ عَنْهُ، وَكَانَ شَهِدَ بَدْرًا، وَهُوَ أَحَدُ النُّقَبَاءِ لَيْلَةَ العَقَبَةِ: أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ، وَحَوْلَهُ عِصَابَةٌ مِنْ أَصْحَابِهِ:
«بَايِعُونِي عَلَى أَلَّا تُشْرِكُوا بِاللَّهِ شَيْئًا، وَلاَ تَسْرِقُوا، وَلاَ تَزْنُوا، وَلاَ تَقْتُلُوا أَوْلاَدَكُمْ، وَلاَ تَأْتُوا بِبُهْتَانٍ تَفْتَرُونَهُ بَيْنَ أَيْدِيكُمْ وَأَرْجُلِكُمْ، وَلاَ تَعْصُوا فِي مَعْرُوفٍ، فَمَنْ وَفَى مِنْكُمْ فَأَجْرُهُ عَلَى اللَّهِ، وَمَنْ أَصَابَ مِنْ ذَلِكَ شَيْئًا فَعُوقِبَ فِي الدُّنْيَا فَهُوَ كَفَّارَةٌ لَهُ، وَمَنْ أَصَابَ مِنْ ذَلِكَ شَيْئًا ثُمَّ سَتَرَهُ اللَّهُ فَهُوَ إِلَى اللَّهِ، إِنْ شَاءَ عَفَا عَنْهُ وَإِنْ شَاءَ عَاقَبَهُ» فَبَايَعْنَاهُ عَلَى ذَلِكَ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 18]
المزيــد ...
ઉબાદહ બિન સામિત રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, જેઓ બદરના યુદ્ધમાં હાજર શરીક હતા, તેમજ તેઓ ઉકબહની રાતમાં હાજર (બાર) લોકો માંથી એક હતા, તેમણે કહ્યું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની આજુબાજુ સહાબાઓનું એક જૂથ બેઠું હતું, ત્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમકહ્યું:
«મારી સાથે તમે બૈઅત કરો કે તમે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર નહીં બનાવો, ચોરી નહીં કરો, વ્યભિચાર નહીં કરો, પોતાના સંતાનનું કતલ નહીં કરો, અને ન તો જાણી જોઈને કોઈના પર આરોપ મુકશો, સત્કાર્યોમાં અવજ્ઞા નહીં કરો, જો તમારા માંથી કોઈ આ વચન પૂરું કરશે, તો તેનો બદલો અલ્લાહના શિરે છે, અને જો કોઈ વ્યક્તિ આ ગુનાહો માંથી કોઈ ગુનોહ કરશે અને તેને શરીઅત પ્રમાણે આ દુનિયામાં જ સજા આપવામાં આવી તો તે સજા તેના માટે કફ્ફારો બની જશે, અને જે વ્યક્તિ આ ગુનાહો કરશે અને અલ્લાહએ તેનો આ ગુનોહ છુપાવી લેશે તો તેનો મામલો અલ્લાહ પાસે હશે, તે ઇચ્છશે તો માફ કરી દેશે અને ઇચ્છશે તો સજા આપશે», તો અમે આ વાતો પર બૈઅત કરી લીધી.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 18]
ઉબાદહ બિન સામિત રઝી અલ્લાહુ અન્હુ જેઓ બદરના ઘુમસાન યુદ્ધમાં ભાગીદાર હતા, તેઓ પોતાની કોમના આગેવાન હતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મદદ કરવા માટે મિનામાં ઉકબાની રાત્રે આગળ આવ્યા હતા, તેના આગેવાન હતા, આ વાત આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મદીનહ હિજરત પહેલાની છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સહાબાઓના જૂથ પાસે બેઠા હતા, આપે તેઓને બોલાવ્યા અને નીચે વર્ણવેલ કાર્યો પર બૈઅત કરવાનું કહ્યું: પહેલું: તેઓ અલ્લાહની ઈબાદત કરવામાં કોઈને ભાગીદાર નહીં બનાવે. બીજું: ચોરી નહીં કરે. ત્રીજું: ખરાબ કૃત્ય એટલે કે વ્યભિચાર નહીં કરે. ચોથું: પોતાના બાળકોનું કતલ નહીં કરે; બાળકોને લાચારીના ભયથી અને બાળકીઓને પોતાના શ્રેષ્ઠતા જવાના ભયથી. પાંચમું: જૂઠ્ઠું નહીં બોલે પોતાના હાથ અને પગને અલ્લાહના આદેશો વિરુદ્ધ નથી ઉપયોગ કરતા; કારણકે દરેક કાર્યોમાં બન્ને અંગનો સમાવેશ હોય છે, અન્ય અંગો શરીક હોય કે ન હોય. છઠ્ઠું: કોઈ પણ નેકીના કામોમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની અવજ્ઞા નહીં કરે. જે કોઈ આ વાતો પર કાયમ રહેશે અને તેના પર અમલ કરશે તો તેનો બદલો અલ્લાહ પાસે છે, અને શિર્ક વગર બીજા ગુનાહ, જે ઉપર વર્ણન કરવામાં આવ્યા છે જો તે કરશે તો તેના પર હદ પુરી પાડવામાં આવશે અને તે હદ તેના માટે કફ્ફારો બની જશે અને ગુનોહ ખતમ થઈ જશે, અને જે વ્યક્તિ ઉપરોક્ત ગુનાહ માંથી કોઈ ગુનોહ કરે અને અલ્લાહ તેના ગુનાહને છુપાવશે તો તેની બાબત અલ્લાહના શિરે હશે, તે ઇચ્છશે તો માફ કરશે અને ઇચ્છશે તો સજા આપશે, દરેક હાજર સહાબાઓએ બૈઅત કરી.