عَنْ أَبِي هُرَيْرَةَ رَضيَ اللهُ عنهُ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَوْ يَعْلَمُ النَّاسُ مَا فِي النِّدَاءِ وَالصَّفِّ الْأَوَّلِ ثُمَّ لَمْ يَجِدُوا إِلَّا أَنْ يَسْتَهِمُوا عَلَيْهِ لَاسْتَهَمُوا، وَلَوْ يَعْلَمُونَ مَا فِي التَّهْجِيرِ لَاسْتَبَقُوا إِلَيْهِ، وَلَوْ يَعْلَمُونَ مَا فِي الْعَتَمَةِ وَالصُّبْحِ لَأَتَوْهُمَا وَلَوْ حَبْوًا».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 437]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જો લોકો જાણી લેતા કે પહેલી સફ અને અઝાન આપવામાં કેટલો ભવ્ય સવાબ છે, પછી તેમની વચ્ચે ચિઠ્ઠી ઉછાળવા સિવાય બીજો કોઈ ઉપાય ન રહેતો તો તેઓ તેના માટે એ પ્રમાણે જ કરતા અને જો લોકોને જાણ થઈ જાય કે નમાઝ પઢવા માટે વહેલા આવવામાં કેટલો ભવ્ય સવાબ છે, તો તેના માટે તેઓ એકબીજા કરતા આગળ વધવાનો પ્રયત્ન કરતા, અને જો લોકોને જાણ થઈ જાય કે ઇશાની નમાઝ અને ફજરની નમાઝ પઢવાનો કેટલો ભવ્ય સવાબ છે તો થાપા ઘસેડીને પણ તેના માટે આવતા».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 437]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે કે જો લોકોને જાણ થઈ જાય કે અઝાન અને પહેલી સફનો કેટલો ભવ્ય સવાબ, બરકત અને કૃપા પ્રાપ્ત થશે તો તેઓ તેના માટે અર્થાત અઝાન અને પહેલી સફમાં નમાઝ પઢવા માટે લોકોની ભીડના કારણે ચિઠ્ઠી સિવાય બીજો કોઈ ઉપાય ન જોતા, તો તેઓ ચિઠ્ઠી ઉછાળતા, જેનું નામ નીકળે તે અઝાન આપે અને પહેલી સફમાં ઉભો રહે, જો લોકોને એ પણ જાણ થઈ જાય કે તકબીરે તહરીમાં સાથે નમાઝ પઢવાનો કેટલો સવાબ છે તો તેઓ એકબીજાથી આગળ વધવાનો પ્રયત્ન કરતા અને જો તેમને ઇશા અમે ફજરની નમાઝના મળતા સવાબનો અંદાજો આવી જાય તો શિશુ જાત બાળક જે પ્રમાણે પોતાના થાપા ખસેડી આગળ વધતો હોય છે એ જ પ્રમાણે લોકો પણ તે નમાઝમાં જરૂર હાજર રહેતા.