+ -

عَنْ ‌أُبَيِّ بْنِ كَعْبٍ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«يَا أَبَا الْمُنْذِرِ، أَتَدْرِي أَيُّ آيَةٍ مِنْ كِتَابِ اللهِ مَعَكَ أَعْظَمُ؟» قَالَ: قُلْتُ: اللهُ وَرَسُولُهُ أَعْلَمُ. قَالَ: «يَا أَبَا الْمُنْذِرِ، أَتَدْرِي أَيُّ آيَةٍ مِنْ كِتَابِ اللهِ مَعَكَ أَعْظَمُ؟» قَالَ: قُلْتُ: {اللهُ لا إِلَهَ إِلا هُوَ الْحَيُّ الْقَيُّومُ} [البقرة: 255]. قَالَ: فَضَرَبَ فِي صَدْرِي، وَقَالَ: «وَاللهِ لِيَهْنِكَ الْعِلْمُ، أَبَا الْمُنْذِرِ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 810]
المزيــد ...

ઉબૈ બિન કઅબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺએ કહ્યું:
«હે અબૂ મુનઝિર, કુરઆન મજીદ માંથી તમારા મતે કંઈ આયત સૌથી મહાન છે?» મેં કહ્યું: અલ્લાહ અને તેના રસૂલ વધારે જાણે છે, આપ ﷺ એ કહ્યું: «હે અબૂ મુનઝિર, કુરઆન મજીદ માંથી તમારા મતે કંઈ આયત સૌથી મોટી છે? મેં કહ્યું કે: {اللهُ لا إِلَهَ إِلا هُوَ الْحَيُّ الْقَيُّومُ} [સૂરે બકરહ: ૨૫૫], આપ ﷺ એ મારી છાતી પર એક હાથ માર્યો (શાબાશી આપવા માટે) અને કહ્યું: «અલ્લાહની કાસમ ! હે અબુ મુનઝિર ! તમને ઇલ્મ મુબારક».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 810]

સમજુતી

આપ ﷺ એ ઉબૈ બિન કઅબ રઝી અલ્લાહુ અન્હુને કુરઆન મજીદની સૌથી મહાન અને મોટી આયત વિશે સવાલ કર્યો તો તેઓ જવાબ આપવામાં થોડુંક અચકાય રહ્યા હતા, પછી જવાબ આપ્યો કે આયતુલ્ કુરસી: {الله لا إله إلا هو الحي القيوم}، જવાબ સાંભળી આપ ﷺ એ તેમની પુષ્ટિ કરી અને તેમની છાતી પર શાબાશી આપવા માટે હાથ માર્યો, તેમના ઇલ્મ અને હિકમત તરફ ઈશારો કરતા, અને તેમના માટે તે ઇલ્મથી ખુશ થવા અને તેમના માટે સરળતાની દુઆ કરી.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الليتوانية الدرية الصربية الصومالية الطاجيكية Kinyarwanda الرومانية المجرية التشيكية الموري Malagasy ઇટાલિયન Oromo Kanadische Übersetzung الولوف البلغارية Aserbaidschanisch اليونانية الأوزبكية الأوكرانية الجورجية اللينجالا المقدونية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. ઉબૈ બિન કઅબ રઝી અલ્લાહુ અન્હુની મહત્ત્વતા અને તેમનો ઉચ્ચ પુરસ્કાર.
  2. આયતુલ્ કુરસી અલ્લાહની કિતાબ કુરઆન મજીદમાં સૌથી મહાન આયત છે, એટલા માટે તેને યાદ કરવી તેના અર્થ પર સંપૂર્ણ ધ્યાન ધરવું અને તેના પર અમલ કરવો જરૂરી છે.
વધુ