કેટેગરીઓ:
+ -

عَنْ أَبِي العَبَّاسِ، عَبْدِ الله بْنِ عَبَّاسٍ رَضِيَ اللَّهُ عَنْهُمَا قَالَ: كُنْت خَلْفَ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَوْمًا، فَقَالَ:
«يَا غُلَامِ! إنِّي أُعَلِّمُك كَلِمَاتٍ: احْفَظِ اللَّهَ يَحْفَظْكَ، احْفَظِ الله تَجِدْهُ تُجَاهَكَ، إذَا سَأَلْتَ فَاسْأَلِ اللهَ، وَإِذَا اسْتَعَنْتَ فَاسْتَعِنْ بِاَللهِ، وَاعْلَمْ أَنَّ الأُمَّةَ لَوْ اجْتَمَعَتْ عَلَى أَنْ يَنْفَعُوكَ بِشَيْءٍ لَمْ يَنْفَعُوكَ إلَّا بِشَيْءٍ قَدْ كَتَبَهُ اللَّهُ لَكَ، وَإِنِ اجْتَمَعُوا عَلَى أَنْ يَضُرُّوكَ بِشَيْءٍ لَمْ يَضُرُّوكَ إلَّا بِشَيْءٍ قَدْ كَتَبَهُ اللَّهُ عَلَيْكَ؛ رُفِعَتِ الأَقْلَامُ، وَجَفَّتِ الصُّحُفُ». وَفِي رِوَايَةِ غَيْرِ التِّرْمِذِيِّ: «احْفَظِ اللهَ تَجِدْهُ أَمَامَكَ، تَعَرَّفْ إلَى اللهِ فِي الرَّخَاءِ يَعْرِفْكَ فِي الشِّدَّةِ، وَاعْلَمْ أَنَّ مَا أَخْطَأَكَ لَمْ يَكُنْ لِيُصِيبَكَ، وَمَا أَصَابَك لَمْ يَكُنْ لِيُخْطِئَكَ، وَاعْلَمْ أَنَّ النَّصْرَ مَعَ الصَّبْرِ، وَأَنْ الفَرَجَ مَعَ الكَرْبِ، وَأَنَّ مَعَ العُسْرِ يُسْرًا».

[صحيح] - [رواه الترمذي وغيره] - [الأربعون النووية: 19]
المزيــد ...

અબૂ અબ્બાસ અબ્દુલ્લાહ બિન્ અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે હું એક દિવસે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે સવારી પર બેઠો હતો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«હે બાળક! હું તને કેટલીક (જરૂરી) વાતો શીખવાડવુ છું (તેને યાદ રાખજે): તું અલ્લાહના (આદેશ અને પ્રતિબંધો) ની રક્ષા કર, અલ્લાહ તારી રક્ષા કરશે, અલ્લાહના (અધિકારો)ની રક્ષા કર, તો તું તેને પોતાની સામે જોશો, જ્યારે તું કોઈ વસ્તુ માંગે તો ફક્ત અલ્લાહ પાસે જ માંગ, જ્યારે તને મદદની જરૂર હોય તો ફક્ત અલ્લાહ પાસે જ મદદ માંગ, અને એક વાત સારી રીતે જાણી લે કે દરેક લોકો ભેગા થઈ તને કોઈ ફાયદો પહોંચાડવા ઈચ્છે, તો તેઓ તને તેના કરતાં વધારે ફાયદો પહોંચાડી શકતા નથી, જેટલો અલ્લાહએ તારા માટે લખી દીધો છે, અને જો તે લોકો તને નુકસાન પહોંચાડવા માટે ભેગા થઈ જાય તો તેઓ તને એટલું જ નુકસાન પહોંચાડી શકે છે, જેટલું નુકસાન અલ્લાહએ તારા માટે લખી દીધું હોય, કલમ ઉપાડી લેવામાં આવી અને સહિફા (પુસ્તકો) સુકાઈ ગયા છે».

-

સમજુતી

ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા જણાવી રહ્યા છે કે જ્યારે હું નાનો હતો અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પાછળ સવારી પર બેઠો હતો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હું તમને કેટલીક વાતો શીખવાડી રહ્યો છું, જેનાથી અલ્લાહ તમને ફાયદો પહોંચાડશે: તમે અલ્લાહના આદેશની રક્ષા કરો, એવી રીતે કે તેણે પ્રતિબંધ કરેલા કાર્યોથી દૂર રહો અને તેણે આપેલ આદેશો પર અમલ કરો, એવી રીતે અલ્લાહની રક્ષા કરો તે તેમને નેકી અને અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવાના કામોની તૌફીક આપશે, અને અવજ્ઞા તેમજ ગુનાહોથી સુરક્ષિત રાખશે, જો તમે આમ કરશો તો અલ્લાહ દુનિયા અને આખિરતની અપ્રિય વસ્તુઓથી તમારી સુરક્ષા કરશે, અને તમે જ્યાં કઈ પણ જશો અલ્લાહ તમારી મદદ કરશે. જ્યારે તમને કોઈ વસ્તુની ઈચ્છા થાય, તો અલ્લાહ સિવાય કોઈની પાસે ન માંગો, એટલા માટે કે તે એકલો જ જરૂરતમંદની જરૂર પુરી કરે છે. જો તમે મદદ માંગવા ઇચ્છતા હોવ, તો ફક્ત અલ્લાહ પાસે જ મદદ માગો. તમને આ વાત પર યકીન હોવું જોઈએ કે જમીન પરના દરેક લોકો ભેગા થઈ તમને ફાયદો પહોંચાડવાનો ઈરાદો કરે, તો તે લોકો તમને એટલો જ ફાયદો પહોંચાડી શકે છે, જેટલો તમારા માટે અલ્લાહએ લખી લીધો છે અને દરેક લોકો ભેગા થઈ તમને નુકસાન પહોંચાડવા માગે તો તમને એટલું જ નુકસાન પહોંચાડી શકે છે, જેટલું નુકસાન તમારા હિતમાં અલ્લાહ તઆલાએ લખી દીધું છે. આ દરેક વાતો અલ્લાહ સર્વશક્તિમાન દ્વારા નક્કી કરવામાં આવી છે અને તેની હિકમત અને જ્ઞાન અનુસાર સચોટ નક્કી કરવામાં આવી છે, અને અલ્લાહએ જે નક્કી કર્યું છે, તેમાં કોઈ ફેરફાર કરવો શક્ય નથી. જે વ્યક્તિ અલ્લાહના આદેશો પર અમલ કરી અને તેના પ્રતિબંધિત કાર્યોથી દૂર રહી તેનો આદેશ માને છે, અલ્લાહ એવા બંદાની સામે હોય છે, તેની પરિસ્થિતિને જુએ છે અને તેની મદદ કરે છે, જો તે ખુશીના સમયે અલ્લાહને યાદ રાખશે તો તે મુશ્કેલીના સમયે તેની મદદ કરશે, અને તેના માટે મુશ્કેલી માંથી છૂટકારા માટેનો માર્ગ કાઢશે, એટલા માટે દરેક વ્યક્તિએ ખુશીમાં ખુશ રહેવું જોઈએ અને જ્યારે મુશ્કેલ સમય આવે, તો ધીરજથી કામ લેવું જોઈએ; કારણકે સબર અને ધીરજ તે વિપુલતાની ચાવી છે, જ્યારે મુશ્કેલ સમય આવે છે, તો અલ્લાહ તેની સાથે સરળતા પણ લાવે છે.

હદીષથી મળતા ફાયદા

  1. એક ભવ્ય ખુશખબર કે જ્યારે માનવી પર મુશ્કેલ સમય આવે, તો તે સરળતાની રાહ જુએ.
  2. પ્રિય વસ્તુ ગુમાવવા પર તેમજ મુશ્કેલ સમયમાં બંદાઓને દિલાસો આપવો જોઈએ, જેવું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આ આદેશમાં છે: «જાણી લો જે વસ્તુ તમને નથી મળી તે તમને મળવાની ન હતી અને જે વસ્તુ તમને મળી છે તે તમારાથી ગુમ ન થાત પરંતુ તમને મળીને જ રહેશે», પહેલા વાક્યમાં તકલીફ પહોંચવા પર અને બીજા વાક્યમાં પ્રિય વસ્તુ ગુમાવવા પર દિલાસો આપ્યો છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ ઇન્ડોનિષયન બંગાલી તુર્કી રસિયન હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ થાય પૂશ્તો આસામી અલ્બાનીયન الأمهرية Kirgisisch النيبالية الدرية الصربية الطاجيكية Kinyarwanda المجرية التشيكية الموري الولوف Aserbaidschanisch الأوزبكية الأوكرانية الجورجية المقدونية الخميرية
ભાષાતર જુઓ
કેટેગરીઓ
વધુ