કેટેગરીઓ:

عَنْ أَبِي يَعْلَى شَدَّادِ بْنِ أَوْسٍ رَضِيَ اللَّهُ عَنْهُ عَنْ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِنَّ اللهَ كَتَبَ الْإِحْسَانَ عَلَى كُلِّ شَيْءٍ، فَإِذَا قَتَلْتُمْ فَأَحْسِنُوا القِتْلَةَ، وَإِذَا ذَبَحْتُمْ فَأَحْسِنُوا الذِّبْحَةَ، وَلْيُحِدَّ أَحَدُكُمْ شَفْرَتَهُ، وَلْيُرِحْ ذَبِيحَتَهُ».

[صحيح] - [رواه مسلم] - [الأربعون النووية: 17]
المزيــد ...

અબૂ યઅલા શદ્દાદ બિન ઔસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«નિઃશંક અલ્લાહ તઆલાએ દરેક કાર્યને સારી રીતે કરવું જરૂરી કર્યું છે, એટલા માટે જ્યારે તમે કતલ કરો તો સારી રીતે કરો, અને જ્યારે જાનવર ઝબેહ કરો, તો પણ સારા તરીકાથી કરો, તમારા માંથી જે (જાનવર ઝબહ કરતો હોય) તેના માટે જરૂરી છે કે તે પોતાની છરી ધારદાર કરી લે, અને જે જાનવર ઝબેહ થઈ રહ્યું હોય તો તેને આરામ પહોંચાડે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [الأربعون النووية - 17]

સમજુતી

નબી ﷺ એ આ હદીષમાં જણાવ્યું છે કે અલ્લાહ તઆલાએ દરેક વસ્તુને સારી રીતે કરવાનો આદેશ આપ્યો છે, અહેસાન: હમેંશા અલ્લાહની નિગરાનીનો ખ્યાલ કરવો, ઈબાદતમાં, ભલાઈના કામો કરતા, લોકોને તકલીફ આપવાથી બચવામાં, કતલ અને ઝબેહ કરવામાં પણ અહેસાન એટલે કે નેકીનો સમાવેશ થાય છે.
જેથી કિસાસ રૂપે જ્યારે કતલ કરવામાં આવે તો ત્યાં એહસાન એ છે કે કતલ કરવાનો સૌથી સરળ અને હલકો અને જલ્દી જાન લેવા વાળો તરીકો અપનાવો જોઈએ.
કુરબાની વખતે જાનવરને ઝબેહ કરવામાં અહેસાનનો અર્થ જાનવર પર રહેમ કરી હથિયારને ધારદાર કરી લેવામાં આવે, અને તેને જાનવરની નજરો સમક્ષ ધારદાર કરવામાં ન આવે, અને બીજા જાનવરો સામે એવી રીતે ઝબેહ કરવામાં ન આવે કે તેઓ જોઈ રહ્યા હોય.

હદીષથી મળતા ફાયદા

  1. બંદાઓ પર સર્વશક્તિમાન અને મહાન અલ્લાહની દયા અને રહેમત કે તેણે મખલૂક (સર્જન) સાથે નમ્રતા કરવાનો આદેશ આપ્યો.
  2. કતલ અને ઝબેહ કરવામાં અહેસાનનો અર્થ એ કે બંને કામ શરીઅત પ્રમાણે કરવામાં આવે.
  3. શરીઅતની સપૂર્ણતા, જેમાં દરેક ભલાઈનો સમાવેશ થાય છે, એટલા માટે જ જાનવરો સાથે પણ દયા કરવાનો આદેશ આપે છે.
  4. માનવીનું કતલ કર્યા પછી તેના શરીરના અંગોને કાપવાથી આ હદીષમાં રોકવામાં આવ્યા છે.
  5. તે દરેક કામ હરામ છે જેના દ્વારા જાનવરોને ઇજા થાય.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ થાય જર્મન પૂશ્તો આસામી અલ્બાનીયન الأمهرية الهولندية Kirgisisch النيبالية الليتوانية الدرية الصربية الطاجيكية Kinyarwanda الرومانية المجرية التشيكية الموري Malagasy Oromo Kanadische Übersetzung الولوف Aserbaidschanisch الأوزبكية الأوكرانية الجورجية المقدونية الخميرية البامبارية البنجابية الماراثية
ભાષાતર જુઓ
કેટેગરીઓ
વધુ