____
[] - []
المزيــد ...
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સેવક, અબૂ હમઝહ અનસ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હું રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તમારા માંથી કોઈ વ્યક્તિ ત્યાં સુધી મોમિન નથી, જ્યાં સુધી તે પોતાના ભાઈ માટે તે જ વસ્તુ પસંદ કરે, જે વસ્તુ તે પોતે પોતાના માટે પસંદ કરે છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [الأربعون النووية - 13]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે તે વ્યક્તિ સંપૂર્ણ મોમિન નથી, જે કોઈ મુસલમાન માટે તે જ વસ્તુ પસંદ કરે, જે વસ્તુ તે પોતાના માટે પસંદ કરતો હોય, દીન અને દુનિયામાં ભલાઈના કામો માંથી, અને તે વસ્તુ નાપસંદ કરે, જે પોતાના માટે નાપસંદ કરતો હોય, જ્યારે તે કોઈ મુસલમાન ભાઈમાં દીન પ્રત્યે ગફલત જુએ, તો તેની તરત જ ઇસ્લાહ કરવી જોઈએ, અને જો તે કોઈ ભલાઈનું કાર્ય કરતો હોય તો તેની મદદ કરવી જોઈએ તેમજ દીન અને દુનિયા બાબતે તેની ઇસ્લાહ કરવી જોઈએ.