عَنْ عَائِشَةَ رَضِيَ اللَّهُ عَنْهَا عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«الرَّضَاعَةُ تُحَرِّمُ مَا تُحَرِّمُ الوِلَادَةُ».
[صحيح] - [متفق عليه] - [الأربعون النووية: 44]
المزيــد ...
આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«રઝાઅત (સ્તનપાન) પણ તે રિશ્તા હરામ થઈ જાય છે, જે જન્મના કારણે હરામ હોય છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [الأربعون النووية - 44]
આ હદીષમાં આપસલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે બીજી સ્ત્રીનું દૂધ પીવાથી, તે દરેક સંબંધો હરામ થઈ જાય છે, જે જન્મ અને વંશના કારણે હરામ છે, જેમ કે કાકા, મામા અને ભાઈ વગેરે, એવી જ રીતે સ્તનપાન પણ તે વસ્તુઓને હલાલ કરે છે જે જન્મના કારણે હલાલ હોય છે.