+ -

عَنِ النَّوَّاسِ بْنِ سِمْعَانَ الْأَنْصَارِيِّ رضي الله عنه قَالَ:
سَأَلْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَنِ الْبِرِّ وَالْإِثْمِ، فَقَالَ: «الْبِرُّ حُسْنُ الْخُلُقِ، وَالْإِثْمُ مَا حَاكَ فِي صَدْرِكَ، وَكَرِهْتَ أَنْ يَطَّلِعَ عَلَيْهِ النَّاسُ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2553]
المزيــد ...

નવ્વાસ બિન સિમ્આન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને નેકી અને બુરાઈ વિષે સવાલ કર્યો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «નેકી સારા અખ્લાક (નૈતિકતા) નું નામ છે, અને બુરાઈ તે છે જે તમારા દિલમાં ખટકે, અને તમને પસંદ ન હોય, કે લોકો તેના વિષે જાણે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2553]

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને નેકી અને બુરાઈ વિષે સવાલ કરવામાં આવ્યો તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
સૌથી મોટી નેકી અલ્લાહનો તકવો, લોકો સાથે સારા અખ્લાક, સહનશીલતા, ક્રોધનો અભાવ, હસતાં મોઢે લોકો સાથે મુલાકાત કરવી, સારી વાતચીત કરવી, સંબંધ જોડવા, અનુસરણ કરવું, દયા અપનાવવી, ઈમાનદારી અને સદ્ વ્યવહારનું નામ છે.
અને બુરાઈ જે શંકાઓ તમારા મનમાં આવે, અને તેના પ્રત્યે મન સાફ ન હોય, અને દિલમાં તેના ગુનાહ અને અપરાધ હોવાની શંકા અને ભય હોય, અને તે લોકોને જણાવવા ન ઈચ્છતો હોય, કારણકે તે સૌથી પ્રતિષ્ઠિત અને સંપૂર્ણ લોકો માટે ખરાબ હોય, એટલા માટે મન પોતાની ફિતરત પ્રમાણે નેકી વિષે લોકોને જણાવવા ઈચ્છે છે, અને જો કોઈ કાર્ય પ્રત્યે લોકોને જણાવવા ન ઈચ્છે અને નાપસંદ કરે તો તેમાં કોઈ ભલાઈ નથી અને તે પાપ છે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી થાય પૂશ્તો આસામી الأمهرية الهولندية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. સારા અખ્લાક અપનાવવા પર ઉભારવામાં આવ્યા છે; કારણેકે સારા અખ્લાક સૌથી મોટી નેકી છે.
  2. સત્ય અને જૂઠમાં મોમિન મુંઝવણમાં નથી. હોતો, પરંતુ તે સત્યેને પોતાના દિલના પ્રકાશ વડે ઓળખે છે, અને જૂઠથી બચે છે અને તેણે નકારે છે.
  3. ગુનાહની નિશાનીઓમાંથી એ કે તેના પ્રત્યે દિલમાં શંકા ઊભી થવી, અને લોકો તેને જાણે એ વાત નાપસંદ હોવી.
  4. ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં તે શંકાસ્પદ બાબતે છે, જેના વિષે લોકો ન જાણે, અને તે બાબતો જેનો શરીઅતે આદેશ આપ્યો છે અને તેની દલીલ પણ છે, તો તેણે નેકી હોવામાં કોઈ શંકા નથી અને જે બાબતોથી રોક્યા છે, તે ગુનાહ છે, અને તેના વિષે દિલમાં વિચારવાની કોઈ આવશ્યકતા નથી.
  5. આ હદીષમાં જે લોકોને સંભોધિત કરવામાં આવ્યા છે, તે લોકો છે જેમની ફિતરત સુરક્ષિત છે, તે લોકો નહીં જેઓ ન ભલાઈ વિષે જાણે છે ન બુરાઈ વિષે, સિવાય એ કે તેમણે પોતાની મનેચ્છા પ્રમાણે તેણે અપનાવી રાખી છે.
  6. ઈમામ તીબી રહિમહુલ્લાહએ કહ્યું: કહેવામાં આવ્યું કે હદીષમાં વર્ણવેલ નેકી શબ્દના અલગ અલગ અર્થો વર્ણન કરવામાં આવ્યા છે, એક જગ્યાએ નેકી તે છે જેના દ્વારા મન સંતુષ્ટ થઈ જાય, અને બીજી જગ્યાએ નેકી જેના દ્વારા તમને અલ્લાહની નિકટતા પ્રાપ્ત થાય, આ હદીષમાં નેકીને સારા અખ્લાક અને સારા વ્યવહાર દ્વારા વર્ણન કરવામાં આવી, અને સારા અખ્લાક: સહનશીલતા, ક્રોધનો અભાવ, હસતાં મોઢે લોકો સાથે મુલાકાત કરવી, સારી વાત કરવી, આ દરેક અર્થો નજીક નજીક જ છે.
વધુ