عَنْ جَابِرِ بْنِ عَبْدِ اللَّهِ رَضِيَ اللَّهُ عَنْهُمَا قَالَ:
كُنَّا فِي غَزَاةٍ فَكَسَعَ رَجُلٌ مِنَ المُهَاجِرِينَ رَجُلًا مِنَ الأَنْصَارِ، فَقَالَ الأَنْصَارِيُّ: يَا لَلْأَنْصَارِ، وَقَالَ المُهَاجِرِيُّ: يَا لَلْمُهَاجِرِينَ، فَسَمَّعَهَا اللَّهُ رَسُولَهُ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: «مَا هَذَا؟» فَقَالُوا: كَسَعَ رَجُلٌ مِنَ المُهَاجِرِينَ رَجُلًا مِنَ الأَنْصَارِ، فَقَالَ الأَنْصَارِيُّ: يَا لَلْأَنْصَارِ، وَقَالَ المُهَاجِرِيُّ: يَا لَلْمُهَاجِرِينَ، فَقَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «دَعُوهَا فَإِنَّهَا مُنْتِنَةٌ» قَالَ جَابِرٌ: وَكَانَتِ الأَنْصَارُ حِينَ قَدِمَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَكْثَرَ، ثُمَّ كَثُرَ المُهَاجِرُونَ بَعْدُ، فَقَالَ عَبْدُ اللَّهِ بْنُ أُبَيٍّ: أَوَقَدْ فَعَلُوا، وَاللَّهِ لَئِنْ رَجَعْنَا إِلَى المَدِينَةِ لَيُخْرِجَنَّ الأَعَزُّ مِنْهَا الأَذَلَّ، فَقَالَ عُمَرُ بْنُ الخَطَّابِ رَضِيَ اللَّهُ عَنْهُ: دَعْنِي يَا رَسُولَ اللَّهِ أَضْرِبُ عُنُقَ هَذَا المُنَافِقِ، قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «دَعْهُ، لاَ يَتَحَدَّثُ النَّاسُ أَنَّ مُحَمَّدًا يَقْتُلُ أَصْحَابَهُ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 4907]
المزيــد ...
જાબિર બિન્ અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
અમે એક અભિયાન પર હતા, એક મુહાજિર (હિજરત કરનાર) વ્યક્તિએ અન્સાર (સહાયકો) ના એક વ્યક્તિને ધક્કો માર્યો, અન્સારના વ્યક્તિએ બુમ પાડી: હે અન્સારીઓ! મદદ કરો, અને મુહાજિર વ્યક્તિએ પણ બુમ પાડી: હે મુહાજિરો! મદદ કરો, તો અલ્લાહએ પોતાના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને આ સંભળાવ્યું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ શું છે?», તો લોકોએ કહ્યું: એક મુહાજિર (હિજરત કરનાર) વ્યક્તિએ અન્સારના એક વ્યક્તિને ધક્કો માર્યો, અન્સારના વ્યક્તિએ બુમ પાડી: હે અન્સારીઓ! મદદ કરો, અને મુહાજિર વ્યક્તિએ પણ બુમ પાડી: હે મુહાજિરો! મદદ કરો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ પ્રકારની અજ્ઞાનતાની વાતો છોડી દો; કારણકે અત્યંત ખરાબ વાતો છે», જાબિર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: જયારે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીનહ આવ્યા તો અન્સારી સહાબાની સંખ્યા વધારે હતી, પરંતુ આગળ જતા મુહાજિર સહાબાઓની સંખ્યા વધી ગઈ, તો અબ્દુલ્લાહ ઇબ્ને ઉબઈએ કહ્યું: શું ખરેખર તે લોકોએ આમ કર્યું, અલ્લાહની કસમ, જયારે આપણે મદીનહ પાછા ફરીશું, ત્યારે અમારા માંથી સૌથી પ્રતિષ્ઠિત વ્યક્તિ સૌથી અપમાનિત વ્યક્તિને કાઢી મુકશે, તો ઉમર બિન્ ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ! મને પરવાનગી આપો, હું આ મુનાફિક (દંભી) વ્યક્તિને કતલ કરી દઉં, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તેને છોડી દો, જેથી લોકો એમ ન કહે કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સાથીઓને કતલ કરે છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 4907]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના મુહાજિર અને અન્સાર સહાબા સાથે એક અભિયાન પર સફર કરી રહ્યા હતા, મુહાજિર સહાબા માંથી એક વ્યક્તિએ પોતાના હાથ વડે એક અન્સાર વ્યક્તિની પીઠ પર પ્રહાર કર્યો. તો અન્સારીએ કહ્યું: હે અન્સારના લોકો! મારી મદદ કરો, અને મુહાજિર વ્યક્તિએ કહ્યું: હે હિજરત કરનાર લોકો! મારી મદદ કરો, તો અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ સંભાળ્યું, તો કહ્યું: આ શું છે? તો લોકોએ કહ્યું: મુહાજિર સહાબા માંથી એક વ્યક્તિએ પોતાના હાથ વડે એક અન્સાર વ્યક્તિની પીઠ પર પ્રહાર કર્યો, તો અન્સારીએ કહ્યું: હે અન્સારના લોકો! મારી મદદ કરો, અને મુહાજિર વ્યક્તિએ કહ્યું: હે હિજરત કરનાર લોકો! મારી મદદ કરો. તો પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: આ પ્રકારના અજ્ઞાનતાના સમયના (ઇસ્લામ પહેલાના) રીવાજો છોડી દો; કારણકે તે અત્યંત ખરાબ, ઘૃણાસ્પદ અને હાનિકારક છે; તે એ છે કે જયારે કોઈ વ્યક્તિ પોતાના વિરોધી સમક્ષ હારી જાય છે, તો પોતાના લોકોને બોલાવે છે, અને તેઓ તેની મદદ કરવા દોડી આવે છે, પછી ભલેને તે અત્યાચારી હોય કે પીડિત, અજ્ઞાનતા અને કટ્ટરતાના કારણે. જાબિર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: જયારે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીનહ આવ્યા તો અન્સારી સહાબાની સંખ્યા વધારે હતી, પરંતુ આગળ જતા મુહાજિર સહાબાઓની સંખ્યા વધી ગઈ. તો મુનાફિકોના વડા અબ્દુલ્લાહ ઇબ્ને ઉબઈ ઇબ્ને સલૂલએ કહ્યું: શું ખરેખર વાત અહીં સુધી પહોંચી ગઈ છે? અલ્લાહની કસમ, જયારે આપણે મદીનહ પાછા ફરીશું, ત્યારે અમારા માંથી સૌથી પ્રતિષ્ઠિત વ્યક્તિ -અર્થાત્ તે પોતે અને તેના સાથીઓ- સૌથી અપમાનિત -અર્થાત્ નબી લ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને આપના સહાબા-ને બહાર કાઢી મુકશે. તો ઉમર બિન્ ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ! મને પરવાનગી આપો, હું આ મુનાફિક (દંભી) વ્યક્તિને કતલ કરી દઉં, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તેને છોડી દો, જેથી લોકો એમ ન કહે કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સાથીઓની હત્યા કરે છે.