عَنْ سَفِينَةَ رَضيَ اللهُ عَنْهُ قَالَ:
كَانَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يُغَسِّلُهُ الصَّاعُ مِنَ المَاءِ مِنَ الجَنَابَةِ، وَيُوَضِّئُهُ المُدُّ.
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 326]
المزيــد ...
સફીનહ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે, તેમણે કહ્યું:
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જનાબત (મુખ્ય અપવિત્રતા) માટે એક સાઅ પાણીનો ઉપયોગ કરી ગુસલ (ધાર્મિક સ્નાન) કરતા હતા અને એક મુદથી વઝૂ કરતા હતા.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 326]
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જનાબત (મુખ્ય અપવિત્રતા) માટે એક સાઅ પાણીનો ઉપયોગ કરી ગુસલ (ધાર્મિક સ્નાન) કરતા હતા અને એક મુદથી વઝૂ કરતા હતા, અને એક સાઅ: ચાર મુદ, અને એક મુદ: એક મધ્યમ કદના વ્યક્તિના હાથની હથેળીઓ ભરાઈ જાય તેટલી માત્રાનું પાણી.