عَنْ عَلِيٍّ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ:
بَعَثَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ سَرِيَّةً فَاسْتَعْمَلَ رَجُلًا مِنَ الأَنْصَارِ، وَأَمَرَهُمْ أَنْ يُطِيعُوهُ، فَغَضِبَ، فَقَالَ: أَلَيْسَ أَمَرَكُمُ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَنْ تُطِيعُونِي؟ قَالُوا: بَلَى، قَالَ: فَاجْمَعُوا لِي حَطَبًا، فَجَمَعُوا، فَقَالَ: أَوْقِدُوا نَارًا، فَأَوْقَدُوهَا، فَقَالَ: ادْخُلُوهَا، فَهَمُّوا، وَجَعَلَ بَعْضُهُمْ يُمْسِكُ بَعْضًا، وَيَقُولُونَ: فَرَرْنَا إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مِنَ النَّارِ، فَمَا زَالُوا حَتَّى خَمَدَتِ النَّارُ، فَسَكَنَ غَضَبُهُ، فَبَلَغَ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: «لَوْ دَخَلُوهَا مَا خَرَجُوا مِنْهَا إِلَى يَوْمِ القِيَامَةِ؛ الطَّاعَةُ فِي المَعْرُوفِ».  
                        
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 4340]
                        
 المزيــد ... 
                    
અલી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક ટુકડી યુદ્ધ માટે મોકલી, તેના પ્રમુખ એક અન્સારી સહાબીને બનાવ્યા, અને આદેશ આપ્યો કે તેમનું અનુસરણ કરજો, પ્રમુખ રસ્તામાં કંઈક વાત પર ગુસ્સે થયા અને કહ્યું: શું આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મારુ અનુસરણ કરવાનો આદેશ નથી આપ્યો? તો લોકોએ કહ્યું: કેમ નહીં, પ્રમુખે કહ્યું: મારા માટે તમે લાકડીઓ ભેગી કરો, લાકડીઓ ભેગી કરવામાં આવી, પ્રમુખે કહ્યું: તેમાં આગ સળગાવો, આગ સળગાવવામાં આવી, અને પ્રમુખે કહ્યું: તેમાં કૂદી જાઓ, કેટલાક લોકોએ ઈરાદો કર્યો, પરંતુ કેટલાક લોકો એકબીજાને રોકતા રહ્યા અહીં સુધી કે આગ ઠંડી પડી ગઈ, પ્રમુખનો ગુસ્સો શાંત થયો, જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને આ કિસ્સાની જાણ થઈ તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:  «જો તમે આગમાં કૂદી જતા, તો કયામત સુધી તેમાંથી ન નીકળતા, યાદ રાખો! નેકીના કામોમાં જ અનુસરણ કરવામાં આવશે». 
                                                     
                                                                                                    
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 4340]                                            
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક લશ્કર મોકલ્યું, અને અન્સારના એક વ્યક્તિને તેમના પ્રમુખ બનાવ્યા, અને તેમનું અનુસરણ કરવાનો આદેશ આપ્યો, (રસ્તામાં) પ્રમુખ ગુસ્સે થયા, અને કહ્યું: શું આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મારું અનુસરણ કરવાનો આદેશ નથી આપ્યો? તો લોકોએ કહ્યું: કેમ નહીં, તો હું તમને આદેશ આપું છું કે તમે મારા માટે લાકડીઓ ભેગી કરો, અને આગ સળગાવો અને પછી તેમાં દાખલ થઈ જાઓ, લાકડીઓ ભેગી કરવામાં આવી, આગ સળગાવવામાં આવી, જ્યારે અંદર દાખલ થવાની વાત આવી તો દરેક એકબીજાને જોવા લાગ્યા. લોકોએ કહ્યું: અમે તો જહન્નમથી બચવા માટે તો આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનું અનુસરણ કર્યું, અને અમે જહન્નમમાં જ દાખલ થઈ જઇએ? આ વાતચીત દરમિયાન આગ ઠંડી થઈ ગઈ અને પ્રમુખનો ગુસ્સો પણ ઠંડો પડી ગયો. જ્યારે આ સંપૂર્ણ વાતની જાણ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જણાવવામાં આવી, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જો તેઓ તેનું અનુસરણ કરી લેતા અને તે સળગાવેલી આગમાં કૂદી પડતા, તો જ્યાં સુધી દુનિયા કાયમ છે, તેઓ બહાર ન નીકળી શકતા, એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જે કાર્યમાં અલ્લાહની અવજ્ઞા થતી હોય, તે પ્રમુખની વાત માનવાની જરૂર નથી, નેકીના કામોમાં અનુસરણ જરૂરી છે, ગુનાહના કામોમાં નહીં.