عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضيَ اللهُ عنهُ:
أَنَّ رَجُلًا دَخَلَ المَسْجِدَ يَوْمَ جُمُعَةٍ مِنْ بَابٍ كَانَ نَحْوَ دَارِ القَضَاءِ، وَرَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَائِمٌ يَخْطُبُ، فَاسْتَقْبَلَ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَائِمًا، ثُمَّ قَالَ: يَا رَسُولَ اللَّهِ، هَلَكَتِ الأَمْوَالُ وَانْقَطَعْتِ السُّبُلُ، فَادْعُ اللَّهَ يُغِيثُنَا، فَرَفَعَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَدَيْهِ، ثُمَّ قَالَ: «اللَّهُمَّ أَغِثْنَا، اللَّهُمَّ أَغِثْنَا، اللَّهُمَّ أَغِثْنَا» قَالَ أَنَسٌ: وَلا وَاللَّهِ، مَا نَرَى فِي السَّمَاءِ مِنْ سَحَابٍ وَلَا قَزَعَةً، وَمَا بَيْنَنَا وَبَيْنَ سَلْعٍ مِنْ بَيْتٍ وَلَا دَارٍ، قَالَ: فَطَلَعَتْ مِنْ وَرَائِهِ سَحَابَةٌ مِثْلُ التُّرْسِ، فَلَمَّا تَوَسَّطَتِ السَّمَاءَ انْتَشَرَتْ، ثُمَّ أَمْطَرَتْ، فَلَا وَاللَّهِ، مَا رَأَيْنَا الشَّمْسَ سِتًّا، ثُمَّ دَخَلَ رَجُلٌ مِنْ ذَلِكَ البَابِ فِي الجُمُعَةِ، وَرَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَائِمٌ يَخْطُبُ، فَاسْتَقْبَلَهُ قَائِمًا، فَقَالَ: يَا رَسُولَ اللَّهِ، هَلَكَتِ الأَمْوَالُ، وَانْقَطَعَتِ السُّبُلُ، فَادْعُ اللَّهَ يُمْسِكْهَا عَنَّا، قَالَ: فَرَفَعَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَدَيْهِ، ثُمَّ قَالَ: «اللَّهُمَّ حَوَالَيْنَا وَلَا عَلَيْنَا، اللَّهُمَّ عَلَى الآكَامِ وَالظِّرَابِ، وَبُطُونِ الأَوْدِيَةِ، وَمَنَابِتِ الشَّجَرِ» قَالَ: فَأَقْلَعَتْ، وَخَرَجْنَا نَمْشِي فِي الشَّمْسِ، قَالَ شَرِيكٌ: سَأَلْتُ أَنَسَ بْنَ مَالِكٍ: أَهُوَ الرَّجُلُ الأَوَّلُ؟ فَقَالَ: «مَا أَدْرِي».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1014]
المزيــد ...
અનસ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
એક વ્યક્તિએ શુક્રવારના દિવસે બાબુલ્ કઝા નામના દ્વારથી પ્રવેશ કર્યો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉભા ઉભા ખુતબો આપી રહ્યા હતા, તે સીધો આપની સામે આવી ઉભો થઇ ગયો અને કહ્યું: હે અલ્લાહના પયગંબર! માલ (ઢોર) નષ્ટ થઈ ગયો અને રસ્તા પણ ખરાબ થઈ ગયા, અલ્લાહથી દુઆ કરો કે અમારા પર તે વરસાદ વરસાવે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હાથ ઉઠાવ્યો અને અલ્લાહથી દુઆ કરી: «"અલ્લાહુમ્મ અગિષ્ના, અલ્લાહુમ્મ અગિષ્ના, અલ્લાહુમ્મ અગિષ્ના" (અર્થ: હે અલ્લાહ! અમારા પર ફાયદાકારક વરસાદ વરસાવ, અમારા પર પાણી વરસાવ, અમારા પર વરસાદ વરસાવ)», અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: અલ્લાહની કસમ! આકાશ પર કોઈ પણ વાદળ અથવા વાદળનો ટુકડો દેખાતો ન હતો, તેમજ અમારા અને સિલઅ પર્વત વચ્ચે કોઈ મકાન પણ ન હતું, (જેથી અમે વાદળ જોઈ શકીએ) એટલામાં જ પર્વત પાછળથી એક વાદળ આવ્યું અને આકાશ વચ્ચે આવી ફેલાય ગયું, અને વરસવા લાગ્યો, અલ્લાહની કસમ! (એટલો વરસાદ પડ્યો) કે અઠવાડિયા સુધી અમે સૂર્ય ન જોયો, પછી બીજા શુક્રવારે એક વ્યક્તિ તે જ દ્વારથી આવ્યો આપની સામે ઉભો રહ્યો, આપ ઉભા ઉભા ખુતબો આપી રહ્યા હતા, તેણે કહ્યું: માલ (ઢોર) નષ્ટ થઇ ગયો, અને રસ્તા પણ ખતમ થઈ ગયા, તેથી અલ્લાહથી દુઆ કરો કે તે વરસાદ રોકી લે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હાથ ઉઠાવ્યા, અને દુઆ કરી: «"અલ્લાહુમ્મ હવાલય્ના વલા અલયના, અલ્લાહુમ્મ અલલ્ આકામિ, વઝ્ ઝિરાબિ, વ બુતૂનિલ્ અવ્દિયતિ, વ મનાબિતિશ્ શજરિ" (અર્થ: હે અલ્લાહ! અમારી આજુબાજુ વરસાદ વરસાવ, અમારા પર ન વરસાવ, હે અલ્લાહ! ટેકરીઓ, પર્વતો અને વાદીઓ વચ્ચે અને ઝાડ ઉગવાની જગ્યા પર વરસાવ"», આ દુઆ કર્યા પછી વરસાદ રુકી ગયો અને અમે નમાઝ પછી સૂર્યના તડકામાં ચાલ્યા, શરીકે કહ્યું: મેં અનસ રઝી અલ્લાહુ અન્હુને પૂછ્યું: શું આ તે જ વ્યક્તિ હતો, જે પહેલા આવ્યો હતો, તો અનસ રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: «હું નથી જાણતો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 1014]
શુક્રવારે એક ગામડિયો ઉમર ઇબ્ને ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુના ઘરની સામે, મસ્જિદના પશ્ચિમી દરવાજા માંથી મસ્જિદે નબવીમાં પ્રવેશ્યો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉભા ઉભા ખુતબો આપી રહ્યા હતા, તે વ્યક્તિ આપની સામે આવી અને કહ્યું: હે અલ્લાહના પયગંબર! પશુધન મરી ગયા અને રસ્તાઓ પરિવહન કરતા પ્રાણીઓના મૃત્યુને કારણે અથવા ભૂખમરાથી તેમની નબળાઈને કારણે બંધ થઈ ગયા છે, તેથી અલ્લાહ પાસે દુઆ કરો કે તે અમારા પર વરસાદ મોકલે. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હાથ ઉઠાવ્યો અને અલ્લાહથી દુઆ કરી: "અલ્લાહુમ્મ અગિષ્ના, અલ્લાહુમ્મ અગિષ્ના, અલ્લાહુમ્મ અગિષ્ના: (અર્થ: હે અલ્લાહ! અમારા પર ફાયદાકારક વરસાદ વરસાવ, અમારા પર પાણી વરસાવ, અમારા પર વરસાદ વરસાવ). અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: અલ્લાહની કસમ! આકાશ પર કોઈ પણ વાદળ અથવા વાદળનો ટુકડો દેખાતો ન હતો, તેમજ અમારા અને સિલઅ પર્વત વચ્ચે કોઈ મકાન પણ ન હતું, જેથી અમે વાદળ સ્પષ્ટ જોઈ શકીએ. અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: તેની પાછળથી એક ગોળાકાર વાદળ નીકળ્યું જે એક નાની ઢાલ જેવું હતું, જ્યારે તે મદીનહ પર આકાશની મધ્યમાં પહોંચ્યું, ત્યારે તે ફેલાયું અને પછી વરસાદ પડ્યો, અલ્લાહની કસમ! આવતા શુક્રવાર સુધી વરસાદને કારણે સૂર્ય ન દેખાયો, તે માણસ આવતા શુક્રવારે ફરીવાર તે દરવાજા માંથી પ્રવેશ્યો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉભા ઉભા ખુતબો આપી રહ્યા હતા, તે સામે આવ્યો અને કહ્યું: હે અલ્લાહના પયગંબર! ઢોર નષ્ટ થઈ ગયા, માર્ગ બંધ થઈ ગયા, તમે અલ્લાહથી દુઆ કરો કે વરસાદ રોકી દે. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હાથ ઉઠાવ્યો અને દુઆ કરી: "અલ્લાહુમ્મ હવાલય્ના વલા અલયના, અલ્લાહુમ્મ અલલ્ આકામિ, વઝ્ ઝિરાબિ, વ બુતૂનિલ્ અવ્દિયતિ, વ મનાબિતિશ્ શજરિ" (અર્થ: હે અલ્લાહ! અમારી આજુબાજુ વરસાદ વરસાવ, અમારા પર ન વરસાવ, હે અલ્લાહ ! ટેકરીઓ, પર્વતો અને વાદીઓ વચ્ચે અને ઝાડ ઉગવાની જગ્યા પર વરસાવ). અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: વરસાદ રુકી ગયો અને અમે તડકામાં હરવા ફરવા લાગ્યા.